આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય જેના આમંત્રણ કાર્ડમાં ધારાસભ્યો, સાંસદ સભ્ય, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી, તેમજ સ્થાનિક સ્વરાજ્યના હોદેદારો ઉપરાંત પૂર્વ હોદેદારોના નામ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ મોરબીના પૂર્વ ધારાસભ્ય નું નામ બાકાત કરવામાં આવ્યું છે.
ત્યારે ફરી એક વખત નિમંત્રણ પત્રિકામાંથી પૂર્વ ધારાસભ્યનું નામ બાકાત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આમંત્રણ પત્રકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખોના નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. પરંતુ પૂર્વ ધારાસભ્યનું નામ છે જ નહિ ! ત્યારે આ નીમંત્રણ પત્રકમાં પૂર્વ ધારાસભ્યનું નામ કેમ નહિ ? અગાવ પણ ઘણા કાર્યક્રમોમાં નામ સામેલ કરવામાં આવ્યું ન હતું પણ તે વિવાદને ટાળવા પાછળથી નવસર નિમંત્રણ પત્રિકા બારપાળી નામ ઉમેરવામાં આવ્યું હતું શું આ વખતે પણ એવું થશે ? શું જાણી જોઈને નામ કમી કરવામાં આવતું હશે ! તે પણ એક સવાલ છે .
મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તેવામાં ગયકાલે શહેરમાં વરસાદ વરસતા શહેરના મોટાભાગના રસ્તા પર ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે મોરબીના માધાપર રોડ પર આવેલ જડેશ્વર મંદિર પાસે શહેરીજનોએ ખાડામાં ભાજપનો ઝંડો ખોડી અનોખો વિરોધ કર્યો હતો ખરાબા રોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકોએ ભાજપનો...
મોરબી તાલુકાના બેલા ગામ પાસે યુવક તથા તેનો મિત્ર શેરીમાં બેઠલ હોય ત્યારે મિત્ર સાથે મશ્કરીમાં આરોપી ગાળો બોલતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવકને લાકડીઓ વડે મારમારી છુટા પથ્થરના ઘા મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં...