વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારના આરોપી ફરાર
વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચાર સંદર્ભે સીઆરસીની પ્રતિનિયુક્તિ રદ
વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલા ભ્રષ્ટાચારના આરોપી અબ્દુલ શેરસિયા, અરવિંદ પરમાર અને હિમાંશુ પટેલ વિરૂદ્ધ એફ.આર.આઈ.નોંધાઇ એટલે જેમને વર્ષ:-૨૦૧૭ થી ૨૦૨૦ સુધી ગરીબ બાળકોને મળતા લાભો, નિવૃત થયેલ શિક્ષકોના મળતા લાભો સગેવગે કરી અંગત ખાતે જમા કરી જલસા કરતા હતા અને હવે એફ.આર.આઈ. થતા લાપતા થઈ ગયેલ છે,ગાયબ થઈ ગયેલ છે અને આગોતરા જામીન મેળવવા તજવીજ કરી રહ્યા હોય એવા સમાચાર સાંપડી રહ્યા છે,
એફ.આર.આઈ.નોંધવાનો પત્ર થતા બાદ રાત્રે 10.36 ની આજુબાજુ ત્રણેયના એકીસાથે વોટ્સએપ બંધ થઈ ગયા બાદ હજુ સુધી કોઈ સુધી સગડ મળ્યા નથી, વેકેશન ખુલ્લી ગયું હોય, શાળા શરૂ થઈ ગઈ હોવા છતાં ત્રણમાંથી એકેય સ્કૂલે પહોંચ્યા નથી.મળતી માહિતી મુજબ અબ્દુલ શેરસિયા હાલ શિક્ષકમાંથી સી.આર.સી.કો. ઓર્ડીનેટર તરિકે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતો હોય એમની સીઆરસી કો.ઓર્ડીનેટર તરીકેની પ્રતિનિયુક્તિ રદ કરી જિલ્લા પંચાયતના હવાલે મુકવામાં આવેલ છે,આમ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સિકંજો કસવામાં આવ્યો છે.