વાંકાનેરમા ટી-શર્ટ પેન્ટથી ભરેલ ઈકો કારની ઉઠાંતરી, રૂ, 5.5 લાખના મતામાલની ચોરી
મોરબી: વાંકાનેર શીવપાર્ક સોસાયટીમા ટી-શર્ટ પેન્ટથી ભરેલ ઈકો કાર અજાણ્યા શખ્સો ઉઠાવી જતાં કુલ 5.5 લાખના મતામાલની ચોરી થઇ હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શિવપાર્ક સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પ્રવિણભાઈ મચ્છોયા (ઉ.વ.૨૬) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાની મારૂતી કંપનીની ઈક્કો ગાડી રજીસ્ટર નંબર -GJ-36-R-6911 વાળી જેના ચેસીસ નંબર- MA3ERLF1S00883507 જેની કિંમત આશરે રૂ.૪,૦૦,૦૦૦/- તથા તેમા ભરેલ માલ(નાઈટ ટી-શર્ટ પેન્ટ) કી.રૂ.૧,૫૦,૦૦૦/- કુલ કી.રૂ.૫,૫૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.