વાંકાનેરના ભલગામે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત
મોરબી: વાંકાનેરના ભલગામમાં માતા-પિતા સાથે મામાના ઘરે રોકાવા આવેલી ૩ વર્ષની બાળકીને કોઇ ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર ખાતે રહેતી અર્પિતા જીતેશભાઈ સોલંકી (ઉ.વ.૩) વાંકાનેરના ભલગામ ખાતે લખાભાઈ ભરવાડની વાડીમાં રહેતા પોતાના મામા ગોપાલભાઈ માનસીંગભાઈ પરમારના ઘરે માતા-પિતા સાથે આવી હતી. ગત મોડી રાત્રે મામાના ઘેર આવેલ અર્પીતાને કંઇક ઝેરી જનાવર કરડી જતા ઝેરની અસર થતાં બેભાન હાલતમા બાળકીને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે લાવતા ચીલડ્રન વોર્ડના ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતિ. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી છે.