માળીયાના વાવાણીયા ગામે પવનચક્કીમાથી 2.25 લાખના કોપરના કેબલ વાયરની ચોરી
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં સર્વે નંબર -43ની ખુલ્લી સીમમાં ઢુઈ તરફ આવેલ પવનચક્કી નંબર VM65 નામની પવનચક્કીમાથી અજાણ્યા ચોર ઈસમે તાળુ તોડી ઈલેક્ટ્રીક કોપરના કેબલ વાયર આશરે 500 મીટર જેની કિંમત રૂપિયા 2,25,000 નો કાપી ચોરી કરી લઇ ગયા હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વવાણીયા ગામની સીમમાં સર્વે નંબર -43ની ખુલ્લી સીમમાં ઢુઈ તરફ આવેલ ફરીયાદીની સુઝલોન કંપનીની પવનચક્કી નંબર VM65 નું કોઇ અજાણ્યા ચોર ઈસમે તાળુ તોડી પવનચક્કીમાથી ઈલેક્ટ્રીકના કોપરના કેબલ વાયર આશરે ૫૦૦ મીટર જેની કિંમત રૂપીયા આશરે ૨,૨૫,૦૦૦/ નો કાપી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.