Wednesday, December 31, 2025

મોરબીના વાવડી રોડ પરથી પ્રતિબંધી ચાઇનીઝ દોરી સાથે બે બાળકિશોર સહિત એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર ‌પાસે રસ્તા પરથી પ્રતિબંધિ ચાઇનીઝ દોરીના ૫૦ ફિરકા સાથે બે બાળક કિશોર સહિત એક ઇસમને મોરબી સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ મકરસંક્રાંતિ પર્વને લઇને પ્રતિબંધી ચાઇનીઝ દોરીના વેચાણ પર મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે સંદર્ભે ચેકિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર ‌પાસે રસ્તા પર વેચાણ કરવાધા ઇરાદાથી રાખેલ પ્રતિબંધિ ચાઇનીઝ દોરી ફિરકા નંગ-૫૦ કિંમત રૂ. ૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે બાળક કિશોર અને એક ઈસમ જયદીપસિંહ જશવંતસિંહ ઝાલા (ઉ.વ.૧૯) રહે. વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર