Monday, October 13, 2025

વેપારી સાથે થયેલ 1.72 કરોડનું ફ્રોડ આચરનાર સાયબર ક્રાઇમ આચરતી ગેંગના એક સભ્યને દિલ્હી ખાતે દબોચી લેતી મોરબી સાયબર ક્રાઇમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઓનલાઈન ગુગલ પર કંપની બનાવી વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ સાયબર ફ્રોડથી પડાવતી ગેંગે મોરબીના વેપારી સાથે થયેલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/- નુ ફ્રોડ આચરનાર સાયબર ક્રાઇમ આચરતી ગેંગના એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડયો છે.

મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમ ફ્રોડના બનતા બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવોના સત્વરે ભેદ ઉકેલી સંડોવાયેલ ઇસમોને કાયદાકીય પાઠ ભણાવાવા પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા મોરબી સાયબર ક્રાઇમ ટીમ ક્રાર્યરત થઇ છેલ્લા ઘણા લાંબા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્વારા અલગ અલગ વેપાર ધંધા કરતા વેપારીઓને તેઓનો ધંધો વધારવા અને વિદેશમાંતેઓનો માલ એક્ષ્પોર્ટ કરવાની લોભાણી અને લલચાણી સ્કીમો ઓન લાઇન વેબ સાઇટ ઉપર મુકી વેપારીઓ સાથે મોટી રકમનું આર્થીક ફ્રોડ આચરી સાયબર ક્રાઇમ સંગઠીત ગુના ટોળી બનાવી સાઇબર ક્રાઇમ આચરતા હતા.

મોરબીના વેપારી કે જેઓ કોકોપીટનું પ્રોડકશન કરતા હોય અને તેઓને પોતાનો વેપાર વિદેશમાં કરવો હોય જેથી તેઓ ગુગલસર્ચ ઉપર તપાસ કરતા ઉપરોકત કંપનીનો સંપર્ક સાધતા ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. વાળાઓએ આ વેપારીને ઓનલાઇન માહિતી આપી તેઓની પ્રોડકટનું હોંગકોંગ ની ACES TRADING નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના તળે આ બન્ને કંપનીના માલીક, મેનેજર તથા એમ્પોય એમ બધા સંગઠીત થઇ અલગ અલગ સ્કીમો તથા તેના ચાર્જ તળે કંપનીના ડાયરેકટર, મેનેજર તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મારફતે વોટસઅપ, ટેલીફોનીક વાતચીત તથા ઇ-મેઇલ સંદેશા વ્યવહાર મારફતે ફરીયાદી, દેવેન્દ્રભાઇ નરસિંહભાઇ દેત્રોજા રહે. મોરબી વાળા એવીયર ઇમ્પેક્ષ નામની કંપની ચલાવી કોકોપીટનું પ્રોડકશન વિદેશમાં એક્ષ્પોર્ટ કરવાના બહાને ફરીયાદી પાસેથી સને ૨૦૨૩ થી ૨૦૨૫ સુધીમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/- ની રકમનું ટ્રાન્ઝેકશન કરાવી ફરીયાદી ને હોંગકોંગમાં કોઇ જ વેપાર ધંધો કે માલ એક્ષ્પોર્ટ ન કરાવી આપતા ફરીયાદીએ આ ત્રણેય કંપની વિરૂધ્ધ રૂ. ૧,૭૨,૮૮,૪૦૦/- જેટલા નાણા પડાવી લેવા અંગે સાયબર ક્રાઇમ ફ્રોડ આચેરલની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ હતો.

આ ગુનાની તપાસ કરતા તાત્કાલીક આરોપીઓના મોબાઇલ નંબર, બેન્ક ડીટેઇલની માહિતી તથા અન્ય જરૂરી ટેકનીકલી માહિતી એકત્રીત કરી પોલીસની એક ટીમ બનાવી દિલ્હી તપાસમાં રવાના કરેલ આ ટીમને ટેકનીકલ માધ્યમ મારફતે દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપનીમાં કામ કરતા એક કર્મચારી ધનંજય પ્રદિપ રામજીલાલ શર્મા (ઉ.વ.૨૩) રહે. દિલ્હી વાળાને હસ્તગત કરી આરોપીને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી પુછપરછ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર