રાષ્ટ્રીય સંસ્થામા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડો. હરીશ. એચ. સવસાણી બિન હરીફ વરણી
પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય , કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ના સહ પ્રાધ્યાપક અને બુલમધર ફાર્મ , કામધેનુ યુનિવર્સિટી ના યુનિટ હેડ ડો હરીશ એચ સવસાણી રાષ્ટ્રીય કક્ષા ની સંસ્થા એનિમલ ન્યૂટ્રિશન એસોસિએશન ઓફ ઈન્ડિયાની તાજેતરમા યોજાયેલ ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ (વેસ્ટ ઝોન) તરીકે ૨૦૨૬-૨૦૨૮ વર્ષ માટે બીન હરીફ ચૂંટાય આવ્યા છે અને હવે તેવો ગુજરાત નુ રાષ્ટ્રીય કક્ષા એ પ્રતિનિધિત્વ કરી.
આ સંસ્થાના વિકાસ માટે પોતાની સેવાઓ આપશે આ ઉપરાંત તેવો અન્ય રાષ્ટ્રીય સંસ્થા મા પણ જોઈન સેક્રેટરી કે એક્ઝિક્યુટિવ બોડીમા મેમ્બર્સ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તેમની શૈક્ષણિક અને સંશોધન કામગીરી ઉપરાંત આ પ્રકારની રાષ્ટ્રીય સંસ્થાનમાં બીન હરીફ વરણીને તેમના શુભેચ્છકો બિરદાવી રહ્યા છે.