મોરબીમાંથી વિદેશી દારૂની 21 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામપૂર્તિ રહી છે ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ વીસીપરા અમરેલી રોડ ભારત ફ્લોરમિલની પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 21 બોટલ જેની કિંમત રૂપિયા 21,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ વીસીપરા અમરેલી રોડ ભારત ફ્લોર મિલની પાસે જાહેરમાં વેચાણ કરવાના ઇરાદા થી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 21 કિંમત રૂપિયા 21,000 ના મુદ્દામાલ સાથે આરોપી હુસેનભાઇ ઉર્ફે બાબા આલમભાઈ સામતાણી રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળા ને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.