Sunday, June 8, 2025

ટંકારાના લજાઇ તથા મોરબીના શનાળા નજીક ગોડાઉનમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનના બે આરોપી રાજસ્થાનથી ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શનાળા ગામના પાટીયા પાસે ગોડાઉનમાં તથા ટંકારાના લજાઈ પાસેથી ગોડાઉનમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનાના બે આરોપીઓને રાજસ્થાન રાજ્યના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગઇ તા.૨૩ જાન્યુઆરી ના રોજ ટંકારાના લજાઇ જી.આઇ.ડી.સી.માં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી બાતમીના આધારે ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૨૧૪૭ કિ.રૂ.૧૧,૮૧,૪૧૪/- નો મુદામાલ પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ.

તેમજ ગઇ તા.૨૬ જાન્યુઆરી ના રોજ મોરબીના શક્ત શનાળા ગામના પાટીયા પાસેથી આશરે ૩ કિ.મી.દૂર રાજપર ગામ તરફ રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ભુમી ગોડાઉનમાંથી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીં સેલ દ્વારા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭૫૧૪ કિ.રૂ.૭૬,૩૯,૦૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૧૧,૯૪,૨૧૨/- નો મુદામાલ કબ્જે કરેલ કુલ-૪ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડી કુલ-૧૧ આરોપીઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ.

જેથી આ ગુનામાં મોરબી એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહન માલીકો તથા ચાલક તેમજ ઇંગ્લીશ દારૂની ડીસ્લરી વાઇઝ તપાસ તેમજ મળી આવેલ બિલ્ટી તથા ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામ રહે.અડાસર બિકાનેર રાજસ્થાન વાળાઓને સત્વરે પકડી પાડવા તપાસ હાથ ધરી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં મોકલી તપાસ કરાવતા બન્ને ગુનાના કામે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનુ તેમજ કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનું તેમજ કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનુ તેમજ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી નહી હોવાનુ જણાયેલ અને આ ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી આ બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનુ જણાયેલ જેથી આ બન્ને ગુનાઓના કામે દશ જેટલા આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને બાકી રહેતા આરોપીઓને પકડી પાડવા સારૂ મોરબી એલ.સી.બી. પોલીસને રાજસ્થાન રાજ્યમાં તપાસમાં મોકલેલ જે ટીમ દ્રારા પ્રોહીબિશન ના બન્ને ગુનામાં પકડવાના બાકી બે આરોપીઓ ગંગારામ હીરારામ પંવાર રહે. રણોદર ગામ, ભીલો કી ઢાણી તા.ચિતલવાના જી.જાલોર રાજસ્થાન તથા હનુમાનારામ શંકરારામ કોજારામ શાહુ રહે. મિઠડા ખુર્દ તા.ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાનવાળાને રાજસ્થાન રાજ્યના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર