વિદ્યાસહાયક ભરતી સ્થળ પસંદગી કેમ્પ વરસાદી માહોલના કારણે બુનિયાદી કન્યા પ્રા. શાળાના બદલે ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ ખાતે યોજાશે

વિદ્યાસહાયક ભરતી (ધોરણ: ૧ થી ૫ અને ધોરણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ: ૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લાની પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો સ્થળ પસંદગી કેમ્પ શ્રી બુનિયાદી કન્યા પ્રા. શાળા, વી.સી.ફાટક સામે, ધી.વી.સી.ટેક.હાઇસ્કુલની સામે, મોરબી ખાતે યોજાનાર હતો.

હાલ મોરબી જિલ્લામાં વરસાદી માહોલના કારણે આ આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યું છે. બુનિયાદી કન્યા પ્રા. શાળાના બદલે ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ, વી.સી.ફાટક સામે, મોરબી ખાતે હવે વિદ્યાસહાયક ભરતી સ્થળ પસંદગી કેમ્પ યોજવામાં આવશે.

તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ રાખવામાં આવેલ આ કેમ્પમાં વિદ્યાસહાયક ભરતી હેઠળ ધોરણ: ૧ થી ૫ ના કેમ્પનો સમય બપોરે ૧૨:૩૦ કલાક થી ૦૩:૦૦ કલાક અને વિદ્યાસહાયક ભરતી ધોરણ: ૬ થી ૮ ના કેમ્પનો સમય બપોરે ૦૩:૩૦ કલાક થી ૦૬:૩૦ કલાક સુધી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાની સ્થળ પસંદગી કરનાર ઉમેદવારોએ પુછપરછ કરવા બાબતે મો.૯૪૨૭૬૦૦૦૦૮ અને મો.૯૯૨૫૫૨૨૬૪૮ પર સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img