આજ તા.૧૯-૦૮-૨૦૨૩ ને શનિવાર ના રોજ મોડેલ સ્કૂલ-મોટીબરાર તા.માળિયા જિ.મોરબી ખાતે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
જેમાં dhorn-૯ ના કુલ ૦૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ કૃતિમાં ચાવડા બંશી અને બાલાસરા હર્ષિતા એ આયુર્વેદિક લિકવિડ મચ્છર ભગાવવા માટે ની કૃતિ રજૂ કરી હતી તથા દ્વિતીય કૃતિમાં ડાંગર ભક્તિ અને ડાંગર દિયા એ સ્માર્ટ ઘરની કૃતિ રજૂ કરી હતી તથા તૃતિય કૃતિ કાનગડ તેજસ્વી અને ડાંગર ધરતી એ રોગ ભગાવો અને નિરોગી રહો કૃતિ રજુ કરી હતી તથા ચતૃથ કૃતિ બોરીચા દર્શના અને ડાંગર કાજોલ એ પ્લાસ્ટોસકોપ કૃતિ રજુ કરી હતી આ કૃતિના નિર્ણાયક તરીકે શાળાના આચાર્ય બી.એન. વીડજા (વર્ગ-૨) અને બધા શિક્ષકોએ ભૂમિકા નિભાવી હતી શાળાના દરેક વિદ્યાર્થીઓ એ કૃતિને નિહાળી આ તકે આચાર્ય બી.એન. વીડજા એ દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનના અવનવા સંશોધન માટે પ્રેરાય એ માટે માર્ગદર્શન આપ્યું અને આગામી વિજ્ઞાન મેળામાં માટે શુભેકક્ષા પાઠવી
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...