Tuesday, October 14, 2025

મોરબીમાં વિકાસ સપ્તાહના ભાગરૂપે યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મોરબીમાં શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ’ –૨૦૨૫ યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ હેઠળ ગુજરાત વિકાસ થીમ પર નિબંધ, ક્વિઝ, તથા વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.

કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા વિકાસ સપ્તાહના હેતુ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી દ્વારા દીકરીઓને શિક્ષણક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે તથા આર્થિક રીતે પગભર બનવા માટેનો સંદેશો પાઠવ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીનીઓને પુરસ્કાર વડે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વધુમાં સરકાર દ્વારા છેલ્લા ૨૪ વર્ષમાં થયેલા વિકાસકાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા મહિલાઓ અને કિશોરીઓ માટે કાર્યરત યોજનાની વિગતે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી, આચાર્ય, પ્રધ્યાપક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર