મોરબીના વીશીપરામાંથી રૂ. 2.20 લાખના ઘાસના કટ્ટાની ચોરી કરનાર ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં વીશીપરામા મદીના સોસાયટીમાં આધેડે પોતાના હવાલાવાળા વંડામા (ડેલા)માં સાવરણી બનાવવા માટેના ઘાસના કટ્ટા (બારદાન) નં -૬૮ કિં રૂ. આશરે ૨.૨૦ લાખના મુદ્દામાલની દિવસ દરમ્યાન કોઈ વ્યક્તિ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરામા મદીના સોસાયટીમાં રહેતા મુજીબખાન નજરમહમદભાઈ પઠાણ (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૨૩-૦૮-૨૦૨૩ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાથી બપોરના સાડા ચારેક વાગ્યા દરમ્યાન ફરીયાદીના હવાલા વાળા વંડા (ડેલા)માં રાખેલ સાવરણી બનાવવા માટેના ધાસના કટ્ટા (બારદાન) નં.૬૮ કિ. રૂ. આશરે ૨.૨૦ લાખના મુદામાલની દિવસ દરમ્યાન કોઈ વ્યક્તિ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી નિઝામભાઈ હૈદરભાઈ જેડા રહે. મોરબી વીશીપરા વાળાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.