મતદારો વચ્ચે થી ગુમ થયેલા નેતાઓ દેખાતા થયા
મોરબી નગરપાલિકાને 30 ઓક્ટોબર 2022ની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટની ટકોર અને ચાલી રહેલી સુનાવણીના પગલે 11 એપ્રિલ 2023ના રોજ સુપરસીડ (ડિસ્કોલિફાઇડ) કરવામાં આવી હતી.
સુપરસીડ થયા બાદ ત્યારના કાઉન્સિલરોને ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા. અને છેલ્લા બે વર્ષથી કેટલાક પૂર્વ કાઉન્સિલર લોકો વચ્ચે થી ગુમ હોઈ તેવો ઘાટ સર્જાયો હતો અને લોકો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા ત્યારે મોટા ભાગના નેતાઓ ડોકાતા પણ નહી અને ધારાસભ્ય પણ ખુદ કહી રહ્યા હતા કે પાલિકાના તળિયા જાટક કરી નાખ્યા છે.મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ બધા ઉપર હું એક્શન લેવડાવીશ. પાલિકા ઉપર દેણું થઈ ગયું છે પાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પણ પૈસા નથી આવી વાતો કરતાં સંભળાતા હતા. પરંતુ એક પણ વ્યક્તિ ઉપર કાંતિભાઈ ફરિયાદ કરાવી શક્યા નથી રામ જાણે કોણે ભ્રષ્ટાચાર કર્યો અને કેટલો કર્યો.
પરંતુ હવે મહાનગરપાલિકા બની ગઈ છે અને ત્યાં હવે કમિશનર ડેપ્યુટી કમિશનર અને તેમની ટીમ કામગીરી કરી રહી છે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન અને હવે ચૂંટણીઓની આગામી મહિનાઓમાં તૈયારીઓ છે. ત્યારે ફરી નેતા બનવાના અભરખા કેટલાક પૂર્વ કાઉન્સિલરોને જાગ્યા હોય અને ફરી પ્રજા સાંભળી હોય તેવો ઘાટ સર્જાતો જોવા મળી રહ્યો છે.
મહાનગરપાલિકા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ ફીટ કરતી હોય ત્યાં જઈ અને જસ ખાટવા માટે કેટલાક પૂર્વક કાઉન્સિલરો ત્યાં પહોંચી જઈ અને ફોટા સેશન કરતા જોવા મળે છે તો ક્યાંક રોડ રીપેરીંગ થતો હોઈ ત્યાં પણ પહોંચી જાય છે અને તેના ફોટા પોતાના સોશિયલ મીડિયા પેજ પર પણ મૂકે છે તેમાં પણ લોકો કોમેન્ટ્સ કરી અને કહી રહ્યા છે કે હવે પ્રજા યાદ આવી? આ કામ તો મહાનગરપાલિકા કરે છે તમારો કોઈ રોલ નથી. તમારે જ્યારે રોલ નિભાવવાનો હતો ત્યારે તમે ગુમ હતા.
સામાન્ય સુવિધાઓ માટે પણ લોકોએ રોડ ચક્કાજામ કરવા માટે મજબુર થવું પડ્યું ત્યાં સુધી ના તો ધારાસભ્ય દેખાયા ના તો પૂર્વ કાઉન્સિલર. ત્યારે હવે આગામી સમયમાં ચૂંટણી આવશે ફરી પ્રજા વચ્ચે જવું પડશે જેથી અત્યારે મહાનગરપાલિકાની કામગીરીનો જસ ખાટવા કેટલાક પૂર્વ કાઉન્સિલરો મોડી રાત સુધી દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ હવે મોરબીની પ્રજા જાગૃત બની છે અને આ બધું જોઈ રહી છે…અને કહી રહી છે આ વખતે વોટિંગ નો વારો આવવાદોને….