Friday, May 16, 2025

મોરબી જીલ્લામાં આવતી ત્રણ વિધાનસભા વિસ્તારના ૮.૨૮ લાખ મતદારો મતદાન કરશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લોકસભા સામાન્ય ચુંટણી માટે મુખ્ય ચુંટણી આયુક્ત દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને તારીખોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક માટે આગામી ૭ મેના રોજ મતદાન યોજાશે ત્યારે ચુંટણી સંદર્ભે મોરબી જીલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદારો, મતદાન મથકો સહિતની માહિતી આપવામાં આવી હતી

મોરબી જીલ્લા કલેકટર કે બી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચુંટણી અંગે તારીખ ૧૨ એપ્રિલના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને તારીખ ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવા તેમજ ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને તા ૨૨ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે તારીખ ૦૭ મેંના રોજ ગુજરાતની તમામ ૨૬ બેઠકો સાથે કચ્છ અને રાજકોટ બેઠક પર મતદાન યોજાશે

ચુંટણી આચારસંહિતાની અમલવારી માટે ફ્લાઈંગ સ્કવોડની ૯ ટીમો અને ૩ રીઝર્વ ટીમો રાખવામાં આવી છે તેમજ સ્ટેટિક સર્વેલન્સ માટે ૧૦ ટીમો અને ૦૩ રીઝર્વ ટીમો, વિડીયો સર્વેલન્સ માટે ૦૩ ટીમો, આદર્શ આચાર સંહિતાની અમલ માટેની ૧૧ ટીમો કાર્યરત થયેલ છે તેમજ આસીસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર ૩ ની નિમણુક કરેલ છે

મોરબી જીલ્લામાં તારીખ ૦૫-૦૧-૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ ૮,૨૮,૨૨૦ મતદારો નોંધાયેલ છે જેમાં પુરુષ મતદારો ૪,૨૭,૮૬૯ અને સ્ત્રી મતદારો ૪,૦૦,૩૪૧ તેમજ ૧૦ થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ મોરબી બેઠક પરથી 1,૫૦,૨૮૦ પુરુષ અને 1,૩૯,૬૮૬ સ્ત્રી મતદારો અને ૮ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૮૯,૯૭૪ મતદારો નોંધાયેલા છે ટંકારા બેઠક પર 1,૨૯,૭૫૬ પુરુષ અને 1,૨૨,૦૯૮ સ્ત્રી મતદારો મળીને કુલ ૨,૫૧,૮૫૪ મતદારો નોંધાયેલા છે જયારે વાંકાનેર બેઠક પરથી 1,૪૭,૮૩૩ પુરુષ અને 1,૩૮,૫૫૭ સ્ત્રી મતદારો તેમજ ૦૨ થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ ૨,૮૬,૩૯૨ મતદારો નોંધાયેલા છે

મતદાન મથકોની યાદી
૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જીલ્લાના ૨ વિધાનસભા મતદાર વિભાગ ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર અને 1 કચ્છ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જીલ્લાના 1 વિધાનસભા મતદાર વિભાગ ૬૫ મોરબીનો સમાવેશ થાય છે
જીલ્લામાં સમાવિષ્ટ કુલ ૩ વિધાનસભા મતદાર વિભાગ પૈકી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં ૨૯૫ મતદાન મથક, ૬૬ ટંકારા મતદાર વિભાગમાં ૨૯૧ અને ૬૭ વાંકાનેર મતદાર વિભાગમાં ૩૦૩ મતદાન મથકો મળીને કુલ ૮૮૯ મતદાન મથકો આવેલ છે

તમામ મતદાન મથકોના કુલ ૧૧૦ રૂટ નક્કી કરવામાં આવ્યા છે વિધાનસભા મતદાર વિભાગ ૬૫ થી ૬૭ એમ ૩ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ સેક્ટર ઓફિસર ૧૦૩ + ૧૦ રીઝર્વ સેક્ટર ઓફિસર સહીત કુલ ૧૧૩ સેક્ટર ઓફિસર (ઝોનલ ઓફિસર) ની નિમણુક કરવામાં આવી છે
જીલ્લામાં ૭૬૧૧ વરિષ્ઠ મતદારો અને ૫૦૩૨ દિવ્યાંગ મતદારો

મોરબી જીલ્લામાં વરિષ્ઠ નાગરિક મતદારો જેની ઉમર ૮૫ વર્ષથી વધુ છે તેની સંખ્યા ૭૬૧૧ છે અને જીલ્લામાં દિવ્યાંગ મતદારોની સંખ્યા ૫૦૩૨ છે
મહિલા સંચાલિત મતદાન મથક ૨૧
PWD સંચાલિત મતદાન મથકો ૦૩
યુવા સંચાલિત મતદાન મથક 1 (૬૫ મોરબી)
મોડલ પોલીંગ સ્ટેશન ૩
કુલ મતદાન મથકોના ૫૦ ટકા લેખે હાલ ૪૪૫ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

જીલ્લામાં અલગ અલગ ૨૪ પ્રકારની કામગીરી માટે કુલ ૨૪ નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે
જીલ્લામાં ઈવીએમ અવેબીલીટી બિયું ૨૨૪૩, સયું ૧૮૦૦ અને વીવીપેટ ૧૯૩૧ ઉપલબ્ધ છે જેની ફર્સ્ટ લેવલ ચેકિંગ કામગીરી તા. ૦૩-૧૦-૨૦૨૩ ના રોજ પૂર્ણ કરેલ છે જે પૈકી ૩ વિધાનસભા મત વિભાગ માટે વિધાનસભા દીઠ બિયું ૧૦, સયું ૧૦ અને વીવીપેટ ૨૦ તાલીમ અને નિદર્શન હેતુસર મદદનીશ ચુંટણી અધિકારીઓને તા. ૨૦-૧૨-૨૩ ના રોજ ફાળવવામાં આવેલ છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર