મોરબી: વ્યાજખોરોએ યુવક પાસેથી ચેક પડાવી કરી પઠાણી ઉઘરાણી, પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં બેફામ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મકનસર ગોકુલનગરમા રહેતા યુવકે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જેની મૂળ મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકની સહી વાળા બે ચેક પડાવી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રીસ લાખ રૂપિયા કઢાવતા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગોકુલનગરમા સ્વામીનારાયણ મંદિરની પાછળ રહેતા અમીતભાઇ વિનોદભાઈ વાડોલીયા (ઉ.વ.૨૬) એ આરોપી દીલીપભાઈ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ આલ રહે. ગોકુલનગર,મકનસર તા.જી.મોરી તથા ઈમરાનભાઈ તેમજ ઈમરાનભાઈ સાથે આવેલ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી દીલીપભાઇ પાસેથી રૂ.૨,૫૦,૦૦૦/-(બે લાખ પચ્ચાસ હજાર) ૩૦% ના વ્યાજે લીધેલ હોય અને મૂળ મુદ્દલ રૂ.૨,૫૦,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતા આરોપીએ ફરીયાદી પાસે જેતે વખતે સહીઓ વાળા બે ચેક લીધેલ જે પૈકી એક ઈમરાનભાઈને ફરીયાદીની જાણ બહાર આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી, આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૩૦,૦૦, ૦૦૦/-(ત્રીસ લાખ) બળજબરીથી કઢાવતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ-૩૦૮,૩૧૬(૨),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા મનીલેન્ડ એક્ટની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.