Tuesday, October 14, 2025

વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડતી હળવદ પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી ત્રણ ઇસમોને હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

ફરીયાદી ભોગબનારે હળવદ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવતા ફરીયાદીની ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા ઇસમો વિરુધ્ધ ફરીયાદ લઇ ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓની સત્વરે ધરપકડ કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી આરોપી પ્રભુ જહાભાઈ કરોત્રા રહે. હળવદ હરીદર્શન સોસાયટી, રાણેકપર રોડ તા.હળવદ, હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયાર રહે.હળવદ રૂદ્ર ટાઉનશીપ-૧ સરા રોડ, જયદેવ મનહરદાન દેવકા રહે હળવદ સ્વામીનારાયણ નગર, સરા રોડ, જી.મોરબીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ એક શખ્સ ભરત રાણાભાઈ રબારી રહે. હળવદ હરી દર્શન સોસાયટી રાણેકપર રોડ જી મોરબીવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ અગાઉ પણ પ્રભુ કળોતરા અને ભરત રાણાભાઈ રબારી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયેલા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર