Thursday, July 31, 2025

વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવાન ફસાયો:6 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે વ્યાજના ચક્કરમાં પટેલ યુવાનોને ફસાવી હેરાન કરવામાં આવતા હોવાની માંગ સાથે બે દિવસ પહેલા જ પાટીદાર યુવા સંઘ દ્વારા પિસ્તોલના લાયસન્સની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી ત્યાં જ વ્યાજખોરોએ વધુ એક પટેલ યુવકને વ્યાજના ચક્કરમાં ફસાવી બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કરી છ શખ્સોએ યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બગથળા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર સ્વાગત હોલ પાછળ જલારામ સોસાયટીમાં રહેતા વિનાયક મણીલાલ મેરજા (ઉ.વ.૨૦) એ આરોપી ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા રહે-ન્યુ ચંદ્રેશનગર પ્રભાત હાઇટસ મોરબી, રાહુલભાઇ જારીયા રહે-ગજડી ગામ તા.ટંકારા જી.મોરબી, જયરાજ સવસેટા રહે-દેવગઢ તા.માળીયા(મિ) જી.મોરબી, મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા રહે-ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી, માધવ જીલરીયા રહે-રવાપર ગામ તા.જી.મોરબી, રાધે ડાંગર રહે-ગજડી ગામ તા.ટંકારાવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં ધીરી ફરીયાદી પાસે વ્યાજના વધું રૂપિયાની માગણી કરી આરોપીઓએ ફરીયાદીને ફડાકા મારી તેમજ ફરીયાદી પાસેથી બળજબરી પૂર્વક ફરીયાદી તથા સાહેદના સહીવાળા પાંચ કોરા ચેકો તથા ફરીયાદીનો આઇ.ફોનફીફટીનપ્રો મોબાઇલ બળજબરીથી લય લય લઈ આરોપીઓએ ફરીયાદી પાસેથી વ્યાજના રૂપિયા બળજબરી પડાલી લઈ વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી જો વ્યાજના વધુ રૂપિયા ન આપે તો ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર