સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબી: વ્યાસ સમાજ જ્ઞાતિની વાડીએ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.
જેમાં 58 જેવા વિદ્યાર્થીઓ કે જે કક્ષા 8 થી કોલેજ સુધીમાં 60% કે તેથી ઉપર મેળવીને જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે તે તમામનું સન્માન કરી શીલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું સાથે સાથે વિદ્યાર્થીને જીવન જરૂરી સાધન સામગ્રી જેવી કે કેલ્ક્યુલેટર, રાઇટીંગ પેડ, પેનનું બોક્સ, ગણિતના સાધનોનો કંપાસ, પાણીની બોટલ, નાસ્તા ડબ્બો વગેરે જેવી વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવી. જ્ઞાતિમા નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરીને ભેટ આપવામાં આવી. જ્ઞાતિના આગેવાનો એ જ્ઞાતિને આશીર્વચન આપ્યા અને જ્ઞાતિનું ગૌરવ એવા યુવાનો કે જે સાહિત્ય ક્ષેત્રે કે કલા ક્ષેત્રે આગળ છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી. ત્યારબાદ ભવિષ્યમાં થનારા કાર્યક્રમોની થોડી ઘણી ચર્ચા બાદ તમામ વિદ્યાર્થીઓ, આગેવાનો અને વાલીઓ સાથે ભોજન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરાઈ.