Saturday, January 24, 2026

વાંકાનેર હરસિદ્ધિ હોટલ નજીક બે કારમાંથી વિદેશી દારૂની 472 બોટલો સાથે ત્રણ ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર હરસિદ્ધિ હોટલ પાસે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કાર તથા મારૂતી ઇકો કારમાથી વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ-૪૭૨ કુલ કિ.રૂ. ૩,૯૬,૮૫૦/- તથા અન્ય મુદામાલ મારૂતી સ્વીફટ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મારૂતી ઇકો કાર કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ. રૂ.૧૨,૫૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૦૯,૩૫૦/- ના સાથે ત્રણ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફનનો સ્ટાફ કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હોય તે દરમ્યાન વાંકાનેર હરસિધ્ધી હોટલ પાસે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કાર તથા મારૂતી ઇકો કારમાથી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ-૪૭૨ કુલ કિ.રૂ.૩,૯૬,૮૫૦/- તથા અન્ય મુદામાલ મારૂતી સ્વીફટ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મારૂતી ઇકો કાર કિં.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ. રૂ.૧૨,૫૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૦૯,૩૫૦/- ના મુદામાલ સાથે ત્રણ ઈસમો દિપાલ મુકેશભાઇ સંખેસરીયા (ઉવ.૨૨) રહે.વાંકાનેર હરસિધ્ધી હોટલની બાજુમા જી.મોરબી, બાદલ રસીકભાઇ કાંજીયા (ઉવ.૨૪) રહે.મોરબી લાભનગર-૨, ધરમપુર રોડ જી.મોરબી, ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (ઉવ.૨૩) રહે. કેરાળા તા.વાંકાનેર જી. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હરદીપભાઈ કાઠી રહે. થાન મફતીયાપરા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર