વાંકાનેરમા અર્ટીગા કારમાથી 07 કિલોથી વધું ગાંજાનો જથ્થો ઝડપાયો; બે ઈસમોની ધરપકડ
વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે વાંકાનેર, પુલ દરવાજા પાસે, ટાઉન હોલની બાજુમાં, ખુલ્લા પટમાં એક મારૂતિ અર્ટીગા કાર રજી.નં. GJ-04-DN-3804 જેના પાછળના કાચ ઉપર અંગ્રેજીમાં RONAK લખેલ છે તે ગાડીમાં બે ઇસમો ગેરકાયદેસર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બેસેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ગાડીમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો 07 કિલો 183 ગ્રામ કિ.રૂ.3,59,150, મારૂતિ કંપનીની અર્ટીગા કાર રજી.નં. GJ-04- DN-3804 કિં.રૂ.7,00,000, મોબાઇલ ફોન નંગ-02કિ.રૂ.10,000તથા રોકડ રૂ.3500 વિગેરે મળી કુલ કિ.રૂ.10,72,650/-ના મુદામાલ સાથે આરોપી લલીતભાઇ ઉર્ફે લકકી હેમંતભાઇ ધામેચા તથા વિજયભાઇ સાગરભાઇ સારલાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ-8(સી) 20(બી) 29 મુજબની કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.