Saturday, May 24, 2025

વાંકાનેરમાં પશુપ્રત્યે ઘાતકી પણાના ગુનામાં છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો ઈસમ મુંબઈથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પશુપ્રત્યે ઘાતકીપણાના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા મોરબી પેરોલ ફર્લો પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૪૨૯,૧૧૪ પશુ સંરક્ષણ ધારાની કલમ ૧૧ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇર્શાદ ઉર્ફે બંબૈયા ઇલીયાસભાઇ શેખ રહે. અમદાવાદ, ઇબ્રાહિમ મસ્જીદ સામે, અંબર ટાવર, ફતેવાડી કેનાલ પાસે, જુહાપુરા તા.જિ.અમદાવાદ વાળો હાલે મુંબઇ ખાતે રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ટાફ મુંબઇ ખાતે જઈ તપાસ કરતા નાસતો ફરતો આરોપી ઇર્શાદ ઉર્ફે બંબૈયા ઇલીયાસભાઇ શેખ ઉ.વ.૩૭ રહે.અમદાવાદ, ઇબ્રાહિમ મસ્જીદ સામે, અંબર ટાવર, ફતેવાડી કેનાલ પાસે, જુહાપુરા તા.જિ.અમદાવાદ હાલ રહે.મુંબઇ, મુલુંદ અમરનગર, દરગાહ રોડ, જયભવાની બાલ મંદિરની બાજુમાં, મુલુંદ કોલોની વાળો મળી આવતા આ આરોપીને મુલુંદ કોલોની દેશી તવા દુકાન ખાતેથી હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ગુન્હા હોય હેઠળ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર