વાંકાનેરના ભલગામ ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભલગામ ગામે આરોપી બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામે આરોપી બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દીનેશભાઇ ભવાનભાઇ મકવાણા ઉવ.૩૫ રહે હાલ- રાજકોટ,મોરબી રોડ, જકાતનાકા પાસે, શીવ પાન વાળી શેરી, જલારામ સોસાયટી મુળ ગામ-કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી, બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયા ઉવ.૨૪ રહે.ભલગામ તા.વાંકાનેર જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ એમ કુલ કિં રૂ. ૭,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે શખ્સો ગડો પોપટભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાકાનેર જી.મોરબી (નાશી જનાર) તથા ગોપાલ દેવશીભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.