વાંકાનેર બાઉન્ટ્રી નાજીક ટ્રકમાં સોડાની આડમાં છુપાવેલ દારૂ/બીયરનો જથ્થો મળી કુલ રૂ.88.11 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયાં
અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપર થી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂ/બિયર જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીની ટ્રક નંબર- UP21BN-8121 વાળી રાજકોટ તરફ નીકળનાર છે. જે ટ્રકમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે બાતમીવાળી ટ્રકને કોર્ડન કરી રોકી ચેક કરતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે આરોપી નૌસાદ આબીદભાઇ અફસરભાઇ તુર્ક (ઉવ.૫૦) તથા કુંવરપાલ મહેશ યાદવ (ઉ.વ.૩૪) રહે. ઉત્તરપ્રદેશવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર ભાઈ જાન નામના શખ્સનુ નામ ખુલતા ત્રણે ઈસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.