Thursday, July 10, 2025

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની 148 બોટલો સાથે બે ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪૮ કી.રૂ. ૨,૪૪,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૫,૧૨,૨૨૮/- ના મુદામાલ સાથે બે ઈસમોને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ મોરબીના પોલીસ હેડ કોન્સ્ટેબલને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ગાડી રજીસ્ટરને GJ-14-7-6800 વાળી રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ટ્રકમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪૮ કિં રૂ. ૨,૪૪,૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૫,૧૨,૨૨૮ સાથે બે ઇસમ ગીરીશભાઇ રાજાભાઇ ઓડીચા ઉ.વ. ૫૭ તથા નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીચા ઉં.વ. ૨૯ રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-૪ બ્લોક નં-એફા રાજકોટ વાળાને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર