વાંકાનેર લુણસર ચોકડી પાસે દુકાનમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 65 હજારની ચોરી
વાંકાનેરમાં લુણસર ચોકડી અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજની દુકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂપિયા ૬૫,૬૯૧ ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરની લુણસર ચોકડી અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજની દુકાનમાં રહેતા નદીમખાન રઇશખાન પઠાણ (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ગેરેજની દુકાનનુ શટર ખોલી દુકાનમા પ્રવેશી દિવાલની ખીંતીમા ટીંગાળેડેલ બેગમાંથી એક સોનાની વીંટી તેમજ નક્સી કામ કરેલ લંબ ચોરસ ઘાટની વીટી જેનુ વજન ૧.૯૭૦ ગ્રામ જેની બિલ મુજબની કિંમત ૨૦,૧૨૪/- રૂપીયા તથા ચાંદીની લક્કી સાકળ ટાઇપની લક્કી જેનો ૧૨૫ ગ્રામ વજનની જેની બીલ મુજબ કિ.રૂ-૧૪,૮૬૭/- તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/- મળી કુલ કિ.રૂ-૬૫,૬૯૧/-ના મુદામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.