Saturday, September 20, 2025

વાંકાનેર – મોરબી હાઈવે પર બોલેરો ગાડીના ચોર ખાનામાંથી બિયરનો જંગી જથ્થો ઝડપાયો: ત્રણ ઈસમોની અટક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનુ બનાવીને લઇ જવાતો બિયરનો જંગી જથ્થો બિયર ટીન નંગ-૧૬૮૦કિ.રૂ. ૩,૬૯, ૬૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૭,૧૯, ૬૦૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, કલ્પેશભાઇ જયંતીભાઇ અઘારા રહે.જુનાદેવળીયા તા.હળવદ જી.મોરબીવાળો બોલેરો પીકઅપ ગાડી રજી.નં. જીજે-૩૬-વિ-૮૩૨૩વાળીમાં ઘર વપરાશના સામાનની આડમાં ચોર ખાનામાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી સ્કોરપીયો ગાડી રજી.નં. જીજે-૩૬-એજે-૩૯૦૦ વાળીમાં આગળ આગળ પાયલોટીંગ કરી આ બન્ને ગાડીઓ સાથે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી નિકળી અને મોરબી તરફ જનાર છે તેવી સચોટ બાતમીના આધારે વાંકાનેર-મોરબી ને.હાઇવે વાંકાનેર થી મોરબી તરફ જતા રોડ ઉપર IBIZA કારખાના પાસે રાણેકપર ગામના બોર્ડ પાસે રોડ બાતમીવાળી બંને વાહનો પીકઅપ બોલેરો તથા સ્કોર્પીયો કાર નિકળતા તેમાં પીક અપ બોલેરો ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી બિયર ટીન નંગ-૧૬૮૦ કિ.રૂ. ૩,૬૯,૬૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૭,૧૯, ૬૦૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપી કલ્પેશકુમાર જયંતીભાઇ અઘારા, કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કલોતરા, યોગેશભાઇ શનાભાઇ સીસા રહે. ત્રણે જુના દેવળીયા તા. હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ વિજયભાઇ જયંતીભાઈ અધારા રહે.જુના દેવળીયા ગામ તા.હળવદ તથા તપાસમાં ખુલ્લે ત તમામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર