વાંકાનેર – મોરબી હાઈવે રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત
વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ખોડિયાર માતાજીનાં મંદિર નજીક રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે બાબા આંબેડકર હોલની સામે મફતીયાપરામા રહેતા મનોજ ઉર્ફે બાબો ગીરધનભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) એ આરોપી ટ્રક કન્ટેનર રજીસ્ટર નંબર -જીજે-૩૯-ટી.એ-૧૧૪૯ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રક કન્ટેનર રજીસ્ટર નંબર -જીજે-૩૯-ટી.એ-૧૧૪૯ વાળુ બેદરકારી થી ચલાવી ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એન-૮૪૮૫ વાળાને હડફેટે લઈ અકસ્માત કરી ફરીયાદી ગંભીર ઈજા કરી ગુન્હો કર્યો હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.