Monday, September 9, 2024

વાંકાનેર: રૂ. 66.67 લાખની કિંમતના વિદેશી દારૂનો પોલીસે નાશ કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ કિં રૂ.૬૬,૬૭,૭૩૫ ના મુદ્દામાલ પર રોલર ફેરવી વાંકાનેર પોલીસે દારૂનો નાશ કર્યો.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા પરપ્રાંતીય ઈંગ્લીશદારૂના અલગ-અલગ કુલ-૩૩ ગુન્હાઓમા પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પો.સ્ટેની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૩૫ કી.રૂ.૨,૧૫,૨૯૫/- તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૭૦ તથા બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કી.રૂ. ૬૪, ૫૨, ૪૪૦/- નો વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા વાંકાનેર- ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ-૧૨૭૦૧ કી.રૂ. ૬૬,૬૭,૭૩૫/- ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજીસ્ટ્રેટ વાંકાનેર તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ – વાંકાનેર તથા નશાબંધી આબકારી વિભાગ- રાજકોટ સબ ઈન્સ્પેક્ટર તથા ઈ/યા નાયબ મામલતદાર તથા પોલીસ ઈન્સ્પેક્ટર વાંકાનેર સીટી તથા વાંકાનેર તાલુકા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા બે પંચો તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામા આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર