Wednesday, August 6, 2025

વાંકાનેર શહેર વિસ્તારમાં બ્લેક આઉટમાં સહયોગ આપવા વહિવટી તંત્રની નાગરિકોને અપીલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે આજે સાંજે ૧૭:૦૦ કલાકે મોકડ્રીલ અને રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ બ્લેક આઉટ કરાશે

અગમચેતીના ભાગરૂપે કરવામાં આવેલા આયોજનમાં સ્વૈચ્છિક જોડાવવા જિલ્લાના આપદા મિત્રો અને સ્વયંસેવકોને વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો

મોરબી જિલ્લામાં સરકારના ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે આજે સાંજે ૧૭:૦૦ કલાકે સરકારના નિર્દેશ અનુસાર વાંકાનેર તાલુકામાં મોકડ્રીલ અને વાંકાનેર શહેરી વિસ્તારમાં રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે. ત્યારે બ્લેકઆઉટ- અંધારપટમાં વાંકાનેરના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મોકડ્રીલના આયોજનમાં જિલ્લાના આપદા મિત્રો અને સ્વયંસેવકોને સ્વૈચ્છિક રીતે જોડાવવા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે યોજાનાર આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી મોરબી જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતીરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ‘સુરક્ષા અને સલામતી’ માટેના આયોજનમાં સહભાગિતા દાખવી મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરી વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર