વાંકાનેર: બોકડથંભા તથા લુણાસરીયા રેલવે પોલ નં -૬૯૩/૬ થી ૬૯૩/૭ વચ્ચે માલગાડી ટ્રેન નીચે આવી કપાઈ જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અજાણ્યો યુવક જેની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળો લુણસરીયાથી બોકડથંભા વચ્ચે રેલ્વે પોલ નં ૬૯૩/૬ થી ૬૯૩/૭ ની વચ્ચે મોરબી KIIP માલગાડીમાં કોઇ પણ રીતે ટ્રેન નીચે આવી કપાઇ જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
