વાંકાનેરમાં જકાતનાકા પાસે ક્રેટા કારમાંથી ૬૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
વાંકાનેર શહેરમાં આવેલ જકાતનાકા, રેલ્વેના બ્રિજ પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાંથી દેશીદારૂ લીટર-૬૭૫ કિ.રૂ. ૧,૩૫,૦૦૦/- તથા ક્રેટાકાર મળી કુલ કિ.રૂ. ૬,૪૦,૦૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર- GJ-10-CG-4630 વાળી ગાડીમાં દેશીદારૂનો મોટો જથ્થો લઈ બાઉન્ટ્રી તરફથી વાંકાનેર સીટી તરફ આવનાર હોવાની બાતમીના આધારે વાંકાનેર શહેરમાં જકાતનાકા પાસે વોચ કરતા બાતમીવાળી ગાડીમાંથી પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરેલ કેફી પ્રવાહિ દેશીદારૂ લીટર-૬૭૫ કી.રૂ. ૧,૩૫,૦૦૦/- તથા કારમાંથી એક મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૬,૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સ્થળ ઉપર ગાડી મુકી નાશી જતા ક્રેટા કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.