વાંકાનેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
વાંકાનેર: વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં- ૩ પાસે ચોકમા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
વાંકાનેર સિટી પોલીસને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં.૩ પાસે ચોકમા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા બે ઈસમો ઇમ્તીયાઝશા દિલાવરશા શાહમદાર ઉવ.૩૨ રહે. તિથવા તા.વાંકાનેર તથા જાવિદભાઇ સલીમભાઇ બુખારી ઉવ.૨૦ રહે. ગાયત્રી મંદીર રોડ મફતીયાપરા તા. વાંકાનેરવાળાને રોકડા રૂપીયા ૧૦,૧૯૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.