વાંકાનેર: વાંકાનેર ટાઉનહોલમા જુગાર રમતા બે ઈસમોને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર ટાઉનહોલમા જુગાર રમતા બે ઈસમો રણછોડભાઈ સોમાભાઈ સાગઠીયા ઉ.વ.૪૦ તથા અશોકભાઈ છગનભાઇ મકવાણા ઉ.વ.૩૮ રહે. વાંકાનેર આંબેડકરનગર શેરી નં -૦૫ તા. વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ. ૧૦૬૫૦ ના મુદ્દામાલ સાથે વાકાનેર સિટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
