Monday, May 19, 2025

વાંકાનેર ભાજપમાં એક મીયાનમાં બે તલવાર: આવતીકાલે ભાજપના બંને જુથો દ્વારા અલગ અલગ તિરંગા યાત્રાનું આયોજન થતા જૂથ બંધી સામે આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આમ તો વાંકાનેર ભાજપમાં જૂથવાદ ચરમ સીમાએ છે ત્યારે દેશભક્તિના કાર્યક્રમોમાં પણ જુથવાદ સામે આવ્યો છે: સમગ્ર ગુજરાતના દરેક શહેરમાં એક તિરંગા યાત્રા અને વાંકાનેરમાં બે અલગ અલગ તિરંગા યાત્રા યોજાશે જેથી ભાજપના કાર્યકરોને ધરમ સંકટ આવી પડશે કોની તિરંગા યાત્રામાં જવું અને કોનીમાંના જવું

પહેલગાવમાં આતંકવાદીઓએ કરેલ કાયરતા પૂર્વકના હુમલાના બનાવ સામે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ભરણપોષણ મેળવતા આંતકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હોય, જેની ભવ્ય સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતના શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા દેશભક્તિના કાર્યક્રમમાં પણ વાંકાનેર ભાજપનો જૂથવાદ ઉજાગર થયો છે, જેમાં આવતીકાલે વાંકાનેર ભાજપના બંને જુથો દ્વારા બે અલગ અલગ તિરંગા યાત્રાના આયોજનની નાગરિકો મુંજવણમાં મુકાયા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ માટે પણ‌ માથાનાં દુઃખાવા રૂપ બનેલા વાંકાનેર ભાજપનાં આંતરી જુથવાદમાં વાંકાનેર પંથકનો વિકાસ ખોરંભે ચડી ગયો હોવાનો સ્પષ્ટ ભાષ નાગરિકો અનુભવી રહ્યા છે. જેમાં વાંકાનેર પંથકમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા અને રાજ્યસભા સુધી ભાજપના શાસનમાં પણ નાગરિકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે.

ચરમસીમાએ પહોંચેલા જુથવાદ વચ્ચે આવતીકાલના આયોજનની વિગતો જોઈએ તો વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા સવારે ૯ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્પયારે સામાપક્ષે આવતીકાલે સાંજે ૪:૩૦ કલાકે અલગથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બંને યાત્રાના સરખા પોસ્ટરો અલગ વિગતો સાથેના સોસીયલ મિડિયામાં વાયરલ થયા છે. દેશભક્તિના કાર્યક્રમોમાં પણ જુથવાદે માથું ઊંચકતા વાંકાનેર પંથકના નાગરિકો પણ બે અલગ અલગ તિરંગા યાત્રાના આયોજનથી મુંઝાયા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર