વાંકાનેરમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા બે ઈસમો ઝડપાયા 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયા છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળેલ કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા – ફરતા આરોપીઓ હેમંતભાઇ ગુલાબદાસભાઇ મૈસુર્યા ઉ.વ. ૪૪ રહે. કંસારવાડ નાની દમણ હાઉસ નં.૯૫ વોર્ડ નં-૧ તથા વિનિતભાઇ ભરતભાઇ મૈસુર્યા ઉ.વ.૨૨ રહે. કંસારવાડ નાની દમણ હાઉસ નં.૧/૯૫ વોર્ડ નં-૧ વાળાઓ હાલે મોરબી જિલ્લાના વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ હોવાની બાતમી મળતા જે બાતમીના આધારે તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા બન્ને આરોપીઓ મળી આવતા બન્ને આરોપીઓને પ્રોહીબિશનના ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img