વાંકાનેર: વાંકાનેર પ્રિન્સ સિરામિક જાલી રોડ ઉપર અચાનક પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રોહિતભાઇ લાલજીભાઇ પીસડીયા ઉ.વ.૩૦ રહે, મીલ પ્લોટ વાંકાનેર જી. મોરબી વાળા પ્રિન્સ સિરામીક જાલી રોડ પર અચાનક પડી જતા સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
