વાંકાનેરમાં સ્વીફ્ટ કારમાંથી 550 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬,૧૦, ૦૦૦ નો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ ને.હા કેરાળા ગામના બોર્ડ પાસે વોચ તપાસમા હોઇ જે બાતમીવાળી ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ભાગાડી મુકેલ જે ગાડીનો પીછો કરી આસીયાના સોસાયટી પાછળ સ્પ્તનેશ્વર મહાદેવ મંદિર સામે નદીના વોહકરામાથી દેશીદારૂ લીટર-૫૫૦ કિ.રૂ-૧,૧૦,૦૦૦/- સાથે કુલ મુદામાલ કી.રૂ- ૬,૧૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી આરોપી ગાડીના ચાલક વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.