વાંકાનેરમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુન્હાઓમા પકડાયેલ ઇસમને પાસા તળે મધ્યસ્થ વડોદરા જેલ હવાલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ ઇમરાનભાઈ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉવ.૪૧), રહે. ચંદ્રપુર,ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ સર્વેલન્સ સ્ટાફ સાથે વાંકાનેર બાઉન્ટ્રી વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે આરોપી વાંકાનેર બાઉન્ટ્રીએથી નીકળનાર છે. જેથી આરોપીની વોચમાં રહેતા વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા આરોપીને અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે.