વાંકાનેરમાં મહિલા પર બે શખ્સોનો હુમલો
વાંકાનેર: વાંકાનેરમાં ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે મહિલાના ઘરથી થોડે દૂર નગરપાલિકાના વાલમાથી પાણી નીકળતું હોય જેથી મહિલા પાવડો લઈ ધોરીયો કરતા હોય જે બે શખ્સોને સારૂ ન લાગતા બંને શખ્સોએ મહિલાને પાવડાના હાથા વડે માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે રહેતા રાજુબેન અરવિંદભાઈ સોલંકી (ઉ.વ.૪૫) એ આરોપી હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઇ પરમાર તથા હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઇ પરમારનો મોટો ભાઈ રહે. બંને ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૧૨-૨૦૨૩ ના બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે ફરીયાદી પોતાના ઘરથી થોડે દુર નગરપાલીકાના વાલમાંથી પાણી નીકળતુ હોય જેથી પાવડો લઇ ધોરીયો કરતા હોય જે આ બંને આરોપીઓને સારૂ નહિ લાગતા આરોપી હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઇ પરમારએ ધકો મારી નીચે પાડી દઈ આરોપી હકાભાઈ ઉર્ફે મુંગો નો મોટાભાઈ એ ઢીકાપાટુનો માર મારી આરોપી હકાભાઈ ઉર્ફે મુંગાએ બાજુમા પડેલ પાવડાથી માથામા કપાળે ડાબી બાજુ માર મારતા બે ટાંકા આવેલ તથા માથામા તથા શરીરે સમાન્ય મુંઢ ઈજા કરી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર રાજુબેને આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ ૨૦૧૫ ની કલમ -૩(૨)૫-એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
