વાંકાનેરના ઢુવા રોડ પરથી પીસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢુવા, રોડ પર આવેલ ઇટાલીકા કારખાના પાસેથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને સંયુકત રીતે બાતમી મળેલ કે, એક હ ઇસમ ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ઇટાલીકા કારખાના ના ખુણે આવેલ મુરઘીવાળાના છાપરા પાસે ઉભેલ છે તેનુ નામ સમીર છે અને તેની પાસે એક ગેરકાયદેસરની પીસ્તોલ હથીયાર છે એ રીતેની મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ હથીયાર અંગેની કાર્યવાહિ કરતા સમીરભાઇ ખમીશાભાઈ કાતીયાર ઉવ.૩૦ રહે. રાજકોટ ભગવતીપરા જયપ્રકાશ નગર ભારત પાન વાળી શેરી રાજકોટ વાળો દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img