વાંકાનેરના જાલી ગામે એક શખ્સે UPI દ્વારા વૃદ્ધ ખેડૂત સાથે ઓનલાઇન છેતરપીંડી કરી રૂ. 77728 પડાવ્યા
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ કટીયા (ઉ.વ.70) એ આરોપી UPI/ 507602917384/DR/ DHAMJI/R, UPI/5076 02917 565/DR/DHAMJI/R નો ઉપયોગ કરનાર અજાણ્યો ઇસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના UPI/507 602917384/DR/ DHAMJI/R, તથા UPI/507602917565/ DR/DHAMJI/R નો ઉપયોગ કરી ફરીયાદી સાથે ઓનલાઇન ફ્રોડ કરી ફરીયાદીના બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટ નં. 31311 0110014778 વાળામાથી રૂ. 48808 /- તથા રૂ. 28920 /- મળી કુલ રૂ. 77728 /-મેળવી લઇ ઓનલાઇન ફ્રોડ કરી ફરિયાદી સાથે આરોપીએ છેતરપીંડી કરી રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.