વાંકાનેરના જોધપર ગામે ઘેટાં/ભેંસો સાઈડમા લેવાનું કહેતાં યુવક પર ત્રણ શખ્સોનો ધાર્યા વડે હુમલો
વાંકાનેર તાલુકાના જોધપર ગામના આડા માર્ગે યુવકે અગાઉ આરોપીને ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી યુવક જ્યારે પોતાનુ ટ્રેક્ટર લઇને વાડીએ જતા હોય ત્યારે આરોપીઓએ રસ્તામાં ઘેટાં ભેંસો રાખેલ હોય જેને યુવકે ઘેટાં ભેંસો સાઈડમાં કરવાનું કહેતા યુવકને ગાળો આપી ધારયા, લાકડી તથા લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે અકબરભાઈ વલીમામદભાઈ શેરસીયા (ઉ.વ.૩૯) એ આરોપી વિપુલભાઇ છેલાભાઇ ટોળીયા, વિજયભાઇ ઉર્ફે ગાંડિયો છેલાભાઇ ટોળીયા, સુરેશભાઇ પબાભાઇ ટોળીયા રહે.બધા જોધપર ગામ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓને અગાઉ તેમની વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી ટ્રેક્ટર લઇ પોતાની વાડીએ જતા હોય ત્યારે ઇસરાઈલભાઈની વાડી પાસે પંહોચતા આરોપીઓ આગળ ઘેટાં તથા ભેંસો લઈને જતા હોય ત્યારે માર્ગ આપવા માટે ફરીયાદીએ પોતાના ટ્રેક્ટરનો હોર્ન મારવા છતા આરોપીઓએ ભેંસો ઘેટા સાઈડમાં નહીં કરતા જે બાબતે ફરીયાદીએ આરોપીઓને કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ધારયા વડે ઇજા કરી લોખંડના પાઇપ તથા લાકડી વડે મુંઢમાર માર્યો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.