વાંકાનેર: વાંકાનેર તાલુકાના જોધપર ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી ઉ.વ.૫૫વાળાને હાર્ટ એટેક આવતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





