વાંકાનેરના માટેલ ગામે રહેણાંક મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ ખરાબામા રહેણાંક મકાનમાંથી ૧ કિલો ૫૬૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ ખરાબામા આરોપી વસનબેન કરમશીભાઈ સારલા (ઉ.વ.૬૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો વજન ૧ કિલો ૫૬૪ ગ્રામ કિં રૂ. ૧૫૬૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ -૮(સી), ૨૦(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.