વાંકાનેરના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ રોકડ રૂપીયા ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સ્લીપ કારખાનાની બાજુમા સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો પ્રદીપભાઈ અનકભાઈ બછીયા (ઉ.વ. ૩૦), રહે .રંગપર, તા.વાંકાનેર, રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા (ઉ.વ.૩૬) રહે.ભલગામ તા.વાંકાનેર તથા સેમરાજ રાજુભાઈ ખાચર (ઉ.વ.૨૦) રહે. રંગપર તા. વાંકાનેરવાળાને પકડી પાડી ત્રણે ઇસમો વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.