Saturday, May 18, 2024

વાંકાનેરના સરતાનપર ગામે બે વ્યક્તિનુ અપહરણ કરી આઠ શખ્સોએ કરી પૈસાની માગણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે લેન્ડ ગ્રીસ ટાઈલ્સ ફેક્ટ્રીના ગેઇટ બહારી યુવક અને તેના સાથીનુ અપહરણ કરી આઠ શખ્સોએ રૂપિયાની માગણી કરી રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના વતની વિકાસ ગુડ્ડા બારેલા (ઉ.વ.૨૨) એ આરોપી રણજીત દોલા વસુનીયા, સંગ્રામ છગન કટારા રહે. આનંદખેડી, લવકુશ રામા મેડા રહે. હનુમન્તિયાકાગા, તથા રામકિશન નામાલુમ તથા અન્ય ચાર શખ્સોએ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૩-૨૦૨૪ ના રાત્રીના દોઢ વાગ્યે આરોપી રણજીતની દિકરી આશાનું અપહરણ ફરીયાદિના સાળાએ કરેલ છે અને તે મળી ગયેલ છે તેમ કહી ફરીયાદીને ફોન કરી ગેઇટ પર બોલાવી ફરીયાદી તથા સાથી સોનુને બળજબરીથી એક ઇકો ગાડીમાં બેસાડી આરોપી રણજીત , સંગ્રામ તથા લવકુશે અપહરણ કરી લઇ જઇ આગળ જતા આરોપી રામકિશન તથા અન્ય ચાર શખ્સો ઇકો ગાડીમાં બેસી એક બીજાને મદદગારી કરી ફરીયાદી તથા સાથી સોનુને આરોપી રણજીતના ગામ લઇ જઇ બંધક બનાવ ગેરકાયદેસર અટકાયત કરી લાકડી, સળીયા તથા ઢીકાપાટુનો માર મારી ઇજા કરી મારી ફરીયાદીના ફોનમાંથી ફરીયાદીના પરીવાર પાસે ફોન કરી પૈસાની માંગણી કરી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર વિકાસ એ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૬૫,૩૪૩,૩૨૭,૩૨૩,૫૦૬,૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર