વાંકાનેરના ઠીકરીયાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમા વાડીમાથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૪૯ તથા બીયરના ટીન નંગ.-૨૪ મળી કુલ કી.રૂ. ૪૫,૬૪૫/- નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમા આરોપી અજીતભાઈ રામકભાઈ ખાચર રહે. ઠેકરીયાળા તા.વાંકાનેર વાળાની કબ્જા ભોગવટા વાળી વાડીમા ઘોડાને રાખાવા માટે બનાવેલ તબેલામાં આવેલ ગમાણમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાડની કાચની કંપની શીલપેક નાની મોટી બોટલો નંગ-૪૯ તથા બીયરના ટીન નંગ- ૨૪ મળી કુલ કિ રૂ.૪૫,૬૪૫/- નો મુદ્દામાલ પકડી પાડી તેમજ આરોપી હાજર નહીં મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ અરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરેલ છે.