Monday, June 9, 2025

વાંકાનેરના વડસર તળાવમાં યુવાન ડુબ્યો, ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ શરૂ કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ વડસર તળાવમાં આજરોજ બપોરના સમયે નાહવા માટે પડેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન તળાવના પાણીમાં ગરકાવ થતાં યુવકની પાણીમાં શોધખોળ કરવા છતાં પતો ન લાગતા અંતે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી, જેમાં પાંચ કલાક કરતા વધારાની મહેનત બાદ પણ હજુ યુવાની પતો ન લાગ્યો હોવાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ ખાતે આજરોજ રવિવારે બપોરના સમયે તળાવમાં નાહવા પડેલા પરપ્રાંતિય શ્રમિકોમાંથી એક યુવાનનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી લાંબો સમય સુધી યુવાન પાણીમાંથી બહાર ન આવતા યુવકની પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી, જેમાં તેનો પતો ન લાગતા અંતે મોરબીથી ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી હતી. જેમાં હાલ પાંચ કલાક કરતા વધારાની મહેનત બાદ પણ યુવકનો પતો ન લાગ્યો હોવાની માહિતી મળી રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર